Posted at: મારી રચના / मेरी रचना
તમારું નામ/ઉપનામ : आपका नाम / उपनाम / तखल्लुस : શર્મિષ્ઠા. કોન્ટ્રાક્ટર. શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
ઇમેઇલ એડ્ડ્રેસ : ईमेल एड्रेस :sharmi.conti@gmail.com
તમારી રચના અહીં લખો/પોસ્ટ કરો : आपकी रचना इधर लिक्खें / सबमिट करें :
અષાઢી મેઘ મુવા એવું ગરજે કૈં એવું ગરજે…
મને પલળવાનો લાગે છે ચસ્કો !
રૂપેરી કોરે મૂવા એવાં શોભે કૈં એવાં શોભે…
કોઈ વરણાગી નારનો હો લટ્કો !
ધીમી ધારે તો કદીક અનરાધારે
ઘડી ઘડી વરસી ભીંજાવે..
શેરીમાં, ફળિયામાં, અધવચ બજારે
મનફાવે ત્યાં એ લજાવે…
ટીપે રે ટીપે મૂવો એવું છેડે કૈં એવું છેડે…
મારું રોમ રોમ થઈ જાયે ભડ્કો !
અષાઢી મેઘ મુવા એવું ગરજે કે એવું ગરજે…
મને પલળવાનો લાગે છે ચસ્કો !
ભીડેલા બારણાંની ભીડેલી સાકળમાં
દલડાને ભીડાવે ભીંસ..
છાતીના મોરલાની દર્દીલી ગ્હેકાટમાં
ક્યાં લગી છુપાવુ ચીસ…
અષાઢી વીજ મૂઈ એવું ચમકે કૈં એવું ચમકે…
મારાં કાળજું તો થઈ જાયે કટ્કો
અષાઢી મેઘ મુવા એવું ગરજે કૈં એવું ગરજે…
મને પલળવાનો લાગે છે ચસ્કો !
રૂપેરી કોરે મૂવા એવાં શોભે કૈં એવાં શોભે…
કોઈ વરણાગી નારનો હો લટ્કો !
-શર્મિષ્ઠા”શબ્દકલરવ”.
પ્રતિસાદ આપો