ગઝલ – તો નથી?!

incredible_nature_28cropped29

તમારી વાતના તરજૂમામાં,
ભૂલી જવાયું એ ગઝલ તો નથી?!
પૂછી શકાત એને રસ્તો, પણ;
રહ્યો પથ્થરનો – રાહબર તો નથી!
એમ લટકાવો ન મરચા લીંબુ
કોઈના આવવાનો ડર તો નથી!?
અમારા પ્રેમનો વળગાડ છે એ
અમારા પ્રેમથીય પર તો નથી!
તમે માની, ન માની, મરજી છે!
વાત મારીય બે-અસર તો નથી!!
કોઈ પૂછે તમારી વાત, મારે કહેવું શું?
તમેય ક્યાંક તમારાથી, બે-ખબર તો નથી?!
ચઢ્યો છે કેફ, વિના મદિરાનો,
તમારી સૌબતે-અસર તો નથી??
ભલે સળગી ઉઠે સહુ દાઝનારા
અસલનો પ્રેમ આડંબર તો નથી.

~ ‘અસલ’ અમદાવાદી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: