નયન ને બંધ રાખીને
/* Ruchir Vyas <avadhut_masti@…>wrote:
Gujarati Poetry Corner
પર ઉપરના આ જૂના પોસ્ટ પછીની કેટલાક જિજ્ઞાસુ મિત્રો ની ફરમાઈશ ને વશ થઈને
નાયિકાની રચના સંપૂર્ણપણે અહિયાં રજૂ કરી રહ્યો છું..
ખૂજલી અમારા હાથની ખાળી શક્યાં નહિ
ગર્દભ સમા ભરથારને ભાળી શક્યાં નહિ
એ જ્યાં હજી તો બંધ થયા રોઈ રોઈ ને
ભીતરના ઘોડાપૂરને વાળી શક્યાં નહિ..
નયન ને બંધ રાખીને ….
નયન ને બંધ રાખીને મે જયારે તમને ધોયા છે
તમારા લૂગડાં કરતાં પણ વધારે; તમને ધોયા છે
નયનને બંધ રાખીને ….
દાળ તુવરની જયારે પણ ચઢી નહિ ખાસ કૂકરમાં
દાળ તુવરની જયારે પણ ચઢી નહિ ખાસ કૂકરમાં
અમે એક બાજુએ બળતાં વઘારે તમને ધોયા છે,
નયનને બંધ રાખીને ..
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
રાત વીતી ગઈ … રાત વીતી ગઈ….
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ
ઘણી વેળા સવારો ના સુમારેય તમને ધોયા છે,
તમારા લૂગડાં કરતાં પણ વધારે તમને ધોયાં છે,
નયનને બંધ રાખીને,..
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
સપનું હતું મારું .. સપનું હતું મારું .. સપનું હતું મારું ..
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ભરી શેરીમાં જયારે – દ્વારે દ્વારે તમને ધોયાં છે,
ભરી શેરીમાં જયારે – દ્વારે દ્વારે તમને ધોયાં છે,
તમારા લૂગડાં કરતાં પણ વધારે તમને ધોયાં છે,
નયનને બંધ રાખીને, ..
નહીતર આવી રીતે તો તારે નહીં લાશ દરિયામાં;
નહીતર આવી રીતે તો તારે નહીં લાશ દરિયામાં;
તમે ડૂબ્યા પછી દરિયાએય જાણે તમને ધોયા છે,
તમારા લૂગડાં કરતાં પણ વધારે તમને ધોયા છે;
નયનને બંધ રાખીને,…
ફેબ્રુવારી 11, 2012 at 9:55 પી એમ(pm)
khari vat che
LikeLike
ડિસેમ્બર 3, 2014 at 12:18 પી એમ(pm)
ek yaadgaar gazal…
LikeLike