હે ઈશ્વર્,
રોજ રાત થઈ
ઉતરી આવતું
ક્યું દર્દ
તારી છાતીમાં લઈ તું બેઠો છે?
એ કયું દર્દ
અવાજ વગર
અમને વીંટળાઈ વળે છે
અને અમે બ્હાવરા થઈ
ઘર તરફ દોટ મૂકીએ છીએ
અમને નિંદ્રાના પથે મૂકી જાય છે
એ અમારી અંતર્મુખતા છે કે તારી?!!
જે અમને અંધારાં સ્વપ્નોમાં ડુબોળે છે
એ તારા આંસુઓની ધારા
કઈ પ્રગાઢ ઊર્મિઓનું પરિણામ છે??
એ કયું દર્દ
તારી છાતીમાં લઈ તું બેઠો છે?!!
નવેમ્બર 8, 2009 at 4:48 પી એમ(pm)
રુચિર, કાવ્ય ઘણું જ ગમ્યું. બીજાં કાવ્યો પણ માણ્યાં. વારંવાર આવવાનું ગમશે.
LikeLike
ડિસેમ્બર 3, 2014 at 12:19 પી એમ(pm)
very good contents on this blog Ruchir…! Thanks
LikeLiked by 1 person
ડિસેમ્બર 3, 2014 at 2:54 પી એમ(pm)
Hello Hardik,
My sincere thanks to you for your visit to my bloglet, and I feel really glad that you’ve read and enjoyed it thoroughly
Appreciate it much
My best regards to you
Ruchir
LikeLike