સાથે
તારી કેડ્યે કુંડળાયેલા
મીઠા મરોડ
ભલા પુછી બેઠાં કે મને
શાના છે કોડ
એનો દીધો જો સાચો
જવાબ તો તું લજ્જાઇ
બોલી ઉઠીશ કે ‘હવે છોડ!’
હરીયાળી વાતોનાં ખેતર વાવ્યાં છે
મારી આંખોએ પાંપણ પછાડે
જ્યાં સૂરજ જરી ન રંજાડે
એવાં ધુમ્મસમાં બોળેલાં ખેતર લણતી
તું તારી આંખોના એેક-એક ઉલ્લાળે
તારી આંખોના અણિયાળાં
દાતરડાં મારીતે
ઉગતી નિંદર્યુંને નહિં ભાળે
તારી સાથેની મારી રાતે વરસતાં
પાણી વિનાના કોઈ મેહ
મારી બાજુમાં રહે સૂતેલી તું
મને હળવા અડક્યાનો દઈ છેહ
તારા હળવા અડક્યાથી ભીનો
આખ્ખોએ દેહ
ઊઠતાં જોઉં તો મારાં રુંવેરુંવે
ફરે તડકાના ઝેરીલા સાપ
જાઉંજો દુરતો તુંયે રુઠે
ને વળી રોવે તો થઈ જાયે પાપ
તારા આંસુના વણઝારા ગાતાં જે ગીત તે
મારી આંખોને લખી આપ!!
નવેમ્બર 9, 2009 at 12:20 પી એમ(pm)
મિત્ર રુચિર ,
લાગણી .. સંવેદના વ્યક્ત કરવાની રીત ગમી. કશું અનોખું માણવાનું મળે છે. ચિત્ર, શીર્ષક અને કાવ્ય એ ત્રેણે મળીને એક નોખી ભાત પાડે છે.
અમે , એક વાચક તરીકેની આ અમારી લાગણી વ્યક્ત કરી છે.
LikeLiked by 1 person
ફેબ્રુવારી 11, 2012 at 12:10 એ એમ (am)
Very nice
LikeLiked by 1 person
નવેમ્બર 21, 2022 at 2:21 પી એમ(pm)
Nice bloog thanks for posting
LikeLike
નવેમ્બર 30, 2022 at 11:17 એ એમ (am)
Thank you for your visit and comments!
LikeLike