આકર્ષણ

હું તને પામી રહ્યો છું
તારા વિસ્તારનું
એક અન્ત્યબિંદુ થઈ

તારા સૂરોને
મન આશ્લેષમાં લઈ
વહાલ કરતું રહે છે
તે છતાં
તને શોધું છું હું
છાને છપને,
અંદરના મૌનમાં
તારું સઘળું સંગીત્
શાંત થયા પછી

તારી પગરજની ગંધ
મિશ્ર થયા પછી
ગુલાબની પાંદડીનું જેમ ગૌરવ વધે છે તેમ
પાર્થિવ સંઘર્ષોમા વધી રહ્યું છે
મારું આત્મગૌરવ

તારાથી ઘણેજ દૂર એવો હું
દોડી રહ્યો છું પળેપળે
ફેલાએલી બાંહો લઇને
તારી તરફ
કોણ જાણે કેટલીય ટેકરીઓ,
ખીણો ને આકાશ વિસ્તરેલાં છે
મારી ને તારી વચ્ચે
છતાં પણ એકજ વાત મનમાં કે
હું દોડી રહ્યો છું
બસ તારી તરફ

13 Responses માટે “આકર્ષણ”

 1. hi its wonderful creation

  Like

 2. ખૂબ જ સરસ અભિવ્યક્તિ. આટલી સુંદર કવિતાના સર્જક વિશે માહિતી મેળવવા મેં આપના બ્લોગ પર શોધ કરી. પણ સર્જકનો પરિચય હજુ લખાયો નથી. તે પહેલી તકે લખવા વિનંતિ.

  Like

 3. બ્લોગ વિશે વધુ જાણવા ‘about’ પર ક્લિક કરો. ધન્યવાદ!

  Like

 4. વાહ!! ખૂબ સુંદર રચના… શબ્દો પર ગજબનું પ્રભુત્વ… આટલા સુંદર બ્લોગ બદલ અભિનંદન!!

  Like

 5. the poem is really nice…
  congratulation for your creation as the blog is nice to…
  keep going…

  Like

 6. vah big b its a really a nice creation. actually i also want to write bt i think b4 tht i need yr help..

  Like

 7. સરસ અભિવ્યક્તિ. બ્લોગની કેટલીક રચનાઓમાં ઝડપથી પસાર થયો. શબ્દભંડોળ અને સંવેદનની સૃષ્ટિ મનનીય લાગી.

  Like

 8. નમસ્કાર!
  આપનો બ્લોગ ”અમથા અમસ્તા” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
  આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
  આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
  ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
  આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
  માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

  Like

  • નમસ્તે, ‘ગુજરાતીલેક્સિકોન’ ટીમ નું અહીં ‘અમથા અમસ્તા’ બ્લોગ પર સ્વાગત છે!

   આપ અહીં પધાર્યાં અને આપને આ બ્લોગ ગમ્યો તે જાણીને આનંદ થયો।

   અહીંયા પહેલાની જેમ ગુજરાતીલેક્સિકોન વેબ-સાઈટને સ્ત્રોત રાખી ‘આજનો ગુજરાતી શબ્દ’ વિભાગ ફરીથી શરુ કર્યો છે। જે ટેકનીકલ ક્ષતિ ને કારણે થોડા સમયથી બંધ હતો।

   આ સિવાય પણ ગુજરાતી લેક્સિકોન ટીમ ને કોઈપણ રીતે મદદરૂપ થઇ શકાય તો એ મારું સદભાગ્ય રહેશે।

   – રુચિર

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: