થોડાં હાઇકુ, લાઘવીના વિરલ શોખીનો માટે
ચંદન ગંધ
અંધ ઘસે ને ઉગે
સૂરજ થઇ
ચિતા બળી ને
રાખ ફરવા ઊડી
હવાને સંગ..
તરસ્યું ઝાડ
આવીને મોઢા મોઢ
ઊભું રણમાં
સાવ રુઠિને
બન્ધ થયેલી આંખો
ખોજતી મને
કેટલી વાતો
ઊભરાતી આંખોમાં
ભીનાશ થઇ !
આંસુના સરનામાં તો ના પૂછો, સવાલ થઈને!!
એપ્રિલ 24, 2009 at 7:19 એ એમ (am)
બહુ જ સરસ હાઈકુઓ !! વધુ ને વધુ પ્રગટ કરશો એવી આશા.
LikeLike