પગરવ
પગરવ
કાગળ પર પેન એક
ધસમસતી જાય
કંઈક રસ્તા ઊઘડે અને
કંઈક બન્ધ થાય
રસ્તાઓ રસ્તાઓ
ડુંગરા ચોપાસ
કંઈક નદીઓ કૂદે
કંઈક સાવ સૂઈ જાય
સૂતા રસ્તાઓ પર
ચાલવાના શોખ
મને મ્હાલવાના શોખ
જયાં પગરવ ખોવાય
પગરવ ખોવાય કોઈ
વનરાજીમાં
જ્યાં વણખેડી કેડી પર
પગરવ વવાય
વણખેડી કેડી પર
અંધારુ આપઘાતી
પડછાયા થઈેને
ઊંચેથી પછડાય
પછડાયા પડછાયા
સળવળ સળવળ
મરતા પહેલાનું
થોડું જીવી જાય
સળવળતાં સાપો
પડછાયા બાથ ભરી
સ્વર્ગની દીશામાં
ધીમે ચઢતાં જાય
વ્રુક્ષોની ટોચ પર
સાપોની બાથમાંના
પડછાયા સૂરજ
બટકે બટકે ખાય
“પડછાયાઓનો રે
મોક્ષ ના થાય..!”
વાવેલો પગરવ
ધીમુ એ રડી જાય.
એપ્રિલ 9, 2009 at 12:51 એ એમ (am)
excellent really heart touching wonderful presentation . can you help me to read some of machine drawing which are in german i want to trnaslate it into english
..
LikeLike
મે 29, 2009 at 10:19 એ એમ (am)
સૂતાં રસ્તાઓ પર
ચાલવાના શોખ
મને મ્હાલવાના શોખ
જયાં પગરવ ખોવાય
khuba ja sundar.
Enjoyed the poetry.
Congratulatiom.
Ramesh Patel(Aakashdeep)
LikeLike
જુલાઇ 9, 2013 at 12:06 એ એમ (am)
Very Nice! 🙂
LikeLiked by 1 person
જુલાઇ 9, 2013 at 12:55 એ એમ (am)
Thank You Pathak saheb!
LikeLike
માર્ચ 9, 2014 at 12:58 પી એમ(pm)
બહુ જ સરસ બ્લોગ છે. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.
ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.
ધર્મેશ વ્યાસ
LikeLike